• બુધવાર, 24 એપ્રિલ, 2024

ઝૂંપડાવાસીઓને મફત નહીં; રૂા. અઢી લાખમાં ઘર મળશે 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 25 : ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં (એસઆરએ) સશુલ્ક ઘર માટે ઝૂંપડાંવાસીઓએ રૂા. અઢી લાખ ચૂકવવાના રહેશે. આ બાબતે સરકારી નિર્ણય શિંદે-ફડણવીસ સરકારે જારી કર્યો છે. હાલ પહેલી જાન્યુઆરી 2000 સુધીના ઝૂંપડાંવાસીઓને મફત ઘર આપવામાં આવે છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે આ યોજના બીજી જાન્યુઆરી 2000થી પહેલી જાન્યુઆરી 2011 સુધીના ઝૂંપડાંવાસીઓ માટે લાગુ કરી હતી. માત્ર હવે તેમને મફત નહીં બ્લકે સશુલ્ક ઘર મળશે.  

આ ઘરોની કિમંતો નક્કી કરવામાં આવી નહોતી. ત્યારબાદ સત્તા ઉપર બિરાજમાન મહાવિકાસ આઘાડી સરકારના ગૃહ બાંધકામ ખાતાના પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે આ મામલે નિર્ણય જાહેર કર્યો હતો કે સશુલ્ક ઘરો માટે ઝૂંપડાંવાસીઓએ અઢી લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. 

રૂા. અઢી લાખમાં ઘરના બાંધકામનો ખર્ચ પણ પરવડતો નથી તેમ છતાં ઝૂંપડાંવાસીઓને પરવડી શકે એ માટે કિંમતો નક્કી કરવામાં આવી છે. તે સમયે આવ્હાડના નેતૃત્વ હેઠળ આ મામલે પ્રધાનમંડળ ઉપસમિતિની નિમણૂંક કરાઈ હતી. આ સમિતિએ ઝૂંપડાંવાસીઓ માટેના ઘરની કિમંત રૂા. અઢી લાખ નક્કી કરી હતી. હવે પ્રધાનમંડળે મંજૂરી આપ્યા બાદ શિંદે-ફડણવીસ સરકારે અધિકૃત શાસકીય નિર્ણય જારી કર્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક