• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

બૉમ્બે ડાઈંગ વરલી ખાતેની જમીનનું રૂા. 5200 કરોડમાં વેચાણ કરશે  

મુંબઈનો સૌથી મોટો જમીનનો સોદો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : વાડિયા ગ્રુપની કંપની બૉમ્બે ડાઈંગ ઍન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની વરલી ખાતેની જમીનનું રૂા. 5200 કરોડમાં વેચાણ કરશે. કંપનીએ જમીન વેચવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ વરલી ખાતેની જમીન ગોઈસુ રિયલ્ટીને વેચવામાં આવશે. મૂલ્યની દૃષ્ટિએ મુંબઈની સૌથી મોટી લેન ડીલ છે.

વાડિયા ગ્રુપના ચૅરમૅનની અૉફિસ હવે અહીંથી શિફ્ટ કરવામાં આવી છે. હવે અૉફિસ બૉમ્બે ડાઈંગની દાદર-નાયગાંવ ખાતેની પ્રોપર્ટી ખાતે શિફ્ટ કરવામાં આવી છે. મિલ લેન્ડ પૉલિસી મુજબ બૉમ્બે ડાઈંગે રિક્રિએશન સ્પેસ તરીકે આઠ એકર જમીન બીએમસીને સરન્ડર કરી છે. પબ્લિક હાઉસિંગ માટે મ્હાડાને બીજી આઠ એકર જમીન સરન્ડર કરી છે. જમીન દાદર નાયગાંવ મિલના સ્થળેથી સરન્ડર કરવામાં આવી છે.

બીએમસીના અધિકારીના જણાવ્યા મુજબ બૉમ્બે ડાઈંગે બીએમસીને મ્હાડાને જે જમીન સરન્ડર કરી એના બદલામાં ડેવલપરને 82,000 સ્કવેર મીટર કરતાં વધુના ડેવલપમેન્ટ રાઈટ્સ ટ્રાન્સફર કરવાની સત્તા મળશે. ગોઈસુ રિયલ્ટી જાપાનની સુમિટોમો કૉર્પોરેશનનું એકમ છે.