• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

મેનકાઇન્ડ ફાર્માનો ભાવ ઊંચા લેવલે પહોંચ્યો  

અૉફર પ્રાઇસ કરતાં બજાર ભાવ 36 ટકા વધારે 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : ફાર્મા સેક્ટરની તાજેતરમાં લિસ્ટેડ થયેલી કંપની મેનકાઇન્ડ ફાર્માના શૅરનો ભાવ વધીને આજે દિવસ દરમિયાન મુંબઈ શૅરબજારમાં રૂા. 1509ના નવા ઊંચા લેવલે પહોંચ્યો હતો.

શૅરનો ભાવ ગુરુવારના 1398.15ના બંધ સામે આજે રૂા. 1398.20 ખુલ્યો હતો. છેલ્લે 4.86 ટકા વધીને રૂા. 1466.05 બંધ રહ્યો હતો. અગાઉ 12 મેના રોજ ભાવ રૂા. 1439ના ઊંચા લેવલે પહોંચ્યો હતો.

કંપનીના શૅરનું લિસ્ટિંગ 9 મેના રોજ થયું હતું. કંપનીએ રૂા. 1080ના ભાવે જાહેર ભરણામાં શૅર આપ્યા છે. અત્યારે શૅરનો ભાવ અૉફર ભાવ કરતા 36 ટકા વધારે છે.

માર્ચ 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કામગીરી પ્રોત્સાહક રહી છે. ચોખ્ખો નફો બાવન ટકા વધીને રૂા. 294 કરોડ થયો છે. આવક 19 ટકા વધીને રૂા. 2053 કરોડની થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ