• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ગ્રાહકોને ખામીયુક્ત પ્રેશર કૂકર પધરાવવા બદલ કોર્ટે કંપનીને એક લાખનો દંડ ફટકાર્યો

નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી) ક્લાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. નિર્ધારિત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) ધોરણોનું ઉલ્લંઘન કરીને કંપનીએ ગ્રાહકોને ખામીયુક્ત ઘરેલુ પ્રેશર કૂકર વેચ્યાં હતાં એના સંદર્ભમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શ ઓથોરિટી (સીસીપીએ) દ્વારા પસાર કરવામાં આવેલા આદેશને ક્લાઉડટેલની અપીલમાં એનસીડીઆરસી  સમક્ષ પડકારવામાં આવી હતી. કંપની દ્વારા સેલ કરવામાં આવેલા 1033 યુનિટ પરત મગાવવાની સાથે ગ્રાહકોને 45 દિવસની અંદર ગ્રાહકને વળતર આપવાનો રિપોર્ટ સબમિટ કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. 

ગ્રાહકોને ખામીયુક્ત પ્રેશર કૂકર પધરાવવા બદલ કોર્ટે કંપનીનો ઉધડો લીધો હતો. નિર્ધારિત બીઆઇએસ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ દિલ્હી હાઇ કોર્ટે કંપનીને એક લાખનો દંડ ફટકાર્યો હતો. ન્યાયમૂર્તિ યશવંત વર્માએ એમેઝોનને પણ વસ્તુઓ પરત જમા કરવા જણાવ્યું હતું. ક્લાઉડટેલ ઇન્ડિયા પ્રા. લિ. -કોમર્સ પ્લેટફોર્મ પર એમેઝોન બેઝિક્સ સ્ટેનલેસ સ્ટીલ આઉટર લીડ પ્રેશર કૂકર (વ્હીસલ વડે વાપરવામાં આવતું કૂકર) હેઠળ પ્રેશર કૂકરનું વેચાણ કરે છે. 1લી ફેબ્રુઆરી, 2021ના રોજ અમલમાં આવેલા બીઆઇએસ ધોરણો મુજબ ઘરેલુ પ્રેશર કૂકરને ભારતીય માનક અનુરૂપ હોવું ફરજિયાત છે. બીઆઇએસ લાઈસન્સ હેઠળ પ્રમાણભૂત ચિહ્ન ધરાવે છે. 

હાલના કિસ્સામાં ક્લાઉડટેલ નિર્ધારિત ધોરણોનું પાલન કર્યા વિના અને