• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ડબલ ડેકર ડિઝાઈનવાળી મેટ્રો-10 લાઈન માટે કન્સલટન્ટની પસંદગી

મુંબઈ, તા. 20 : મેટ્રો-ચાર અને મીરા રોડ વચ્ચે સીધું જોડાણ કરનારી 10 કિલોમીટર લાંબી મેટ્રો-10 લાઈન માટે એમએમઆરડીએએ કન્સલટન્ટની પસંદગી કરી લીધી છે. ગાયમુખ અને ફાઉન્ટેન હોટલ વચ્ચે એલીવેટેડ રોડની યોજના છે એટલે લાઈનની ડેબલ ડેકર ડિઝાઈન રહેશે. 9.20 કિલોમીટરની લાઈન ગાયમુખથી શરૂ થશે જ્યાં લાઈન 4 પૂરી થાય છે અને ત્યાંથી તે મીરાગાંવ ખાતે પૂરી થશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે કન્સલટન્ટ તરીકે સી ત્રા ડીબી એન્જીનિયરિંગના કોન્સોર્ટીયમની નિમણૂક કરી છે અને પર્યાવરણની મંજૂરી મેળવવા કન્સલટન્ટની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ છે.

એમએમઆરડીએ વર્ષે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા આશાવાદ સેવે છે અને 2024થી કામ ચાલુ થઈ જશે. જો પર્યાવરણની મંજૂરીનો મુદો થોડા મહિનામાં ઉકેલાઈ જશે. મેટ્રો-10 પ્રોજેકટ 9.2 કિલોમીટર લાંબો હશે અને તે ગાયમુખ અને નેશનલ હાઈવે-આઠ પર આવેલી હોટલ ફાઉન્ટેન સુધી ચાર કિલોમીટર સુધી એલીવેટેડ (ઊર્ધ્વગામી) હશે.

ઘોડબંદર ખાતેના રોડને પહોળો કરી શકાય તેમ નહીં હોવાથી અમે ડબલ ડેકર ડિઝાઈનની યોજના ઘડી રહ્યા છીએ.

જમીનથી ઓછામાં ઓછી 20 મીટરની ઊંચાઈ પર ઊર્ધ્વગામી રોડ પર મેટ્રો બાંધવામાં આવશે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ને એલીવેટેડ રોડ માટે કેટલીક મંજૂરીઓ મળી છે અને