મુંબઈ, તા. 24 : એક દિવસની મુલાકાતે મુંબઈ આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બે વખત બંધ રૂમમાં ચર્ચા કરી હતી.
સૂત્રો અનુસાર શાહ, ફડણવીસ અને શિંદે વચ્ચે પહેલી ગુપ્ત બેઠક દેવેન્દ્ર ફડણવીસના ઘરે 15 મિનિટ ચાલી હતી. ત્યારબાદ રાજ્ય સરકારના વીઆઇપી ગેસ્ટ હાઉસ સહ્યાદ્રિમાં બીજીવખત ત્રણેય નેતાઓ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો. આ બંને બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ગેરહાજર હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મુંબઈ મુલાકાતે આવ્યા હતા ત્યારે અજિત પવાર પોતાના ગૃહનગર બારામતીમાં હતા. અજિત પવારની ગેરહાજરી આગામી રાજકીય ઘટનાક્રમ માટે એક સંકેત છે.
ત્રણેય નેતાઓ વચ્ચે શિવસેનાના 16 વિધાનસભ્યોની અપાત્રતાના મુદ્દે વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકર સમક્ષ સોમવારથી શરૂ થનારી સુનાવણી અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા છે. જો વિધાનસભ્યો અપાત્ર જાહેર થાય તો એકનાથ શિંદેએ પોતાનું મુખ્ય પ્રધાનપદ છોડવું પડશે. આગામી રણનીતિ શું હશે? આ મામલે ત્રણેય નેતાઓએ ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે રાહુલ નાર્વેકર આ મામલે સલાહસૂચનો લેવા ગત શુક્રવારે દિલ્હી ગયા હતા. ત્યારબાદ તેમણે સોમવારની સુનાવણી માટે તમામ નેતાઓને નોટિસ ફટકારી હતી.
સૂત્રો અનુસાર ત્રણેય નેતાઓ વચ્ચે આગામી શેર કરો -