• ગુરુવાર, 28 માર્ચ, 2024

અદાણી ગ્રુપ પીવીસી પ્રોજેક્ટ રિવાઇવ કરશે  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : અદાણી ગ્રુપ મુંદ્રા ખાતે પીવીસી પ્રોજેક્ટ રિવાઇવ કરશે. ગ્રુપની કંપની મુંદ્રા પેટોકેમ અદાણી પોર્ટસ ખાતે પીવીસી પ્રોજેક્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે બૅન્કો તરફથી રૂા. 14,000 કરોડની ક્રેડિટ લાઇન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂા. 35,000 કરોડ જેટલો છે. વર્ષ 2024 સુધીમાં આ પ્લાન્ટની ક્ષમતા 20 લાખ ટનની હશે.

પ્રારંભિક તબક્કામાં આ પ્રોજેક્ટ માટેનો મૂડી ખર્ચ બે અબજ ડૉલર જેટલો રહેશે. કુલ મૂડી ખર્ચ 4થી 4.50 અબજ ડૉલર જેટલો રહેવાની ગણતરી છે. અદાણી એન્ટરપ્રાઇસીસે મુંદ્રા પેટ્રોકેમની સ્થાપના કોલથી પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે વર્ષ 2021માં કરી હતી. મુંદ્રા પેટ્રોકેમ કાર્યાન્વિત થશે ત્યારે એની ઉત્પાદન ક્ષમતા બે હજાર કિલોટનની હશે. આ માટે વાર્ષિક 31 લાખ ટન કોલસાની જરૂર પડશે જે મુખ્યત્વે અૉસ્ટ્રેલિયા અને રશિયાથી આયાત 

કરવામાં આવશે.