• શનિવાર, 20 એપ્રિલ, 2024

પાકિસ્તાને ન્યૂ યૉર્કની રુસવેલ્ટ હૉટેલ ભાડા પર આપી

ત્રણ વર્ષનું ભાડું રૂા. 6300 કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : નાણાકીય સમસ્યાનો સામનો કરતી પાકિસ્તાનની સરકારે આવકમાં વધારો કરવા માટે ન્યૂ યૉર્ક ખાતેની રુસવેલ્ટ હોટેલ ન્યૂ યૉર્ક સિટી ગવર્મેન્ટને ત્રણ વર્ષ માટે લીઝ રેન્ટ પર આપી છે. 1025 રૂમ્સ ધરાવતી આ હોટેલ માટે ન્યૂ યૉર્ક ઍડ્મિનિસ્ટ્રેશન 6300 કરોડ પાકિસ્તાની રૂપિયા (22 કરોડ ડૉલર)નું ભાડું ચૂકવશે. આ હોટેલ પાકિસ્તાન ઈન્ટરનેશનલ ઍરલાઈન્સની માલિકીની છે.

ખોટને પગલે કોરોના દરમિયાન આ હોટેલ બંધ કરવામાં આવી હતી. ન્યૂ યૉર્ક સિટી ગવર્નમેન્ટ આ હોટેલનો ઉપયોગ હવે ઇમિગ્રન્ટ હાઉસિંગ બિઝનેસ માટે કરશે.આ હોટેલનું નામ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ થિઓડોર રુસવેલ્ટ પાછળ રાખવામાં આવ્યું હતું. ન્યૂ યૉર્કમાં મેનહટન ખાતે વર્ષ 1924થી આ હોટેલ એક જાણીતું લૅન્ડમાર્ક છે.

પાકિસ્તાન સરકારની માલિકીની પાકિસ્તાન ઈન્ટરનેશનલ ઍરલાઈન્સ આ પ્રૉપર્ટી વર્ષ 1979માં લીઝ પર લીધી હતી. બે દાયકા બાદ આ હોટેલ ખરીદી લીધી હતી. ત્રણ વર્ષનો લીઝ પિરિયડ પૂરો થશે ત્યાર બાદ આ હોટેલ પાકિસ્તાન સરકારને પરત કરી દેવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ