• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

મુંબઈ ઍર કાર્ગોમાંથી ડીઆરઆઇએ રૂા. 21 કરોડનું સોનું જપ્ત કર્યું   

મુંબઈ, તા. 24 (પીટીઆઇ) : મુંબઈ ઍરપોર્ટ ઉપરથી  ડીઆરઆઇએ મંગળવારે સોનાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડીઆરઆઇએ ઍર કાર્ગો કૉમ્પ્લેકસમાંથી રૂા. 21 કરોડનું 36 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. ડીઆરઆઇએ જણાવ્યું હતું કે આ સોનું જુદા જુદા હવાલા અૉપરેટરો મારફત ાઁવદેશથી મુંબઈ લાવવામાં આવ્યું હતું. અહીંથી ટીમે રૂા. 20 લાખની રોકડ પણ જપ્ત કરી છે. તેમ જ સોનું પીગાળનાર દુકાનના ઇન્ચાર્જની પણ ધરપકડ કરી છે. ડીઆરઆઇ ટીમ અનુસાર અમને ઇનપુટ મળ્યા હતા કે દુબઇથી મુંબઈ કેટલાક પ્રવાસીઓ દ્વારા  પેસ્ટ રૂપે સોનાની તસ્કરી ભારતમાં થવાની છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથકે ડીઆરઆઇની ટીમે શંકાસ્પદોને રોકયા હતા અને તેમની તપાસ દરમિયાન પેસ્ટ રૂપે 8.230 કિલો સોનું જપ્ત કરાયું હતું. આ સોનાની કિંમત રૂા. 4.54 કરોડ છે. ઍર કાર્ગો કૉમ્પ્લેકસમાં ત્યારબાદ તપાસ દરમિયાન 36 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું હતું. જેની બજાર કિંમત રૂા. 21 કરોડ છે. આ સોનાની તસ્કરી માટે વિશેષ કોડનો ઉપયોગ થતો હતો. કસ્ટમ કાયદા હેઠળ આરોપીની ધરપકડ કરાઇ છે. આ મામલે કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.