મૉર્નિંગ વૉકમાં હૃદયરોગનો હુમલો આવતાં હૉસ્પિટલ ખસેડાયા, મૃત ઘોષિત
મુંબઈ, તા. 19 : `ધૂમ' અને `ધૂમ-2' જેવી સુપરહિટ ફિલ્મોના ડાયરેક્ટર સંજય ગઢવીનું રવિવારની સવારે મોર્નિંગ વોક દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતાં નિધન થઈ ગયું હતું.
લોખંડવાલા બૈક રોડ પર પગે ચાલતી વખતે હૃદયરોગનો હુમલો આવતાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ સંજયને મૃત જાહેર કર્યો હતો.
`ધૂમ' સહિત સાત ફિલ્મોનું નિર્દેશન કરનાર સંજય ગઢવીએ તાજેતરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી.
કારકિર્દીની શરૂઆત 2001માં `તેરે લિયે' ફિલ્મ સાથે કરનાર ગઢવીએ `મેરે યાર કી શાદી હૈ', `િકડનેપ', `ઓપરેશન પરિંદે' જેવી ફિલ્મો આપી.