• શુક્રવાર, 29 માર્ચ, 2024

શિંદે જૂથ સાથે વિવાદ બાદ થાણે તથા કલ્યાણ મતદાર સંઘ ઉપર ભાજપનો દાવો  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 11 : ડોંબિવલીમાં ભાજપના પદાધિકારી નંદુ જોશી ઉપર વિનયભંગનો ગુનો નોંધાયા બાદ સાંસદ શ્રીકાંત શિંદે વિરુદ્ધ આક્રમક ભૂમિકા અપનાવીને ભાજપ નેતાએ થાણે અને કલ્યાણ મતદાર સંઘ ઉપર દાવો માંડયો છે. 

થાણે અને કલ્યાણ બંને લોકસભા મતદાર સંઘ આપણી હતી અને આગળ પણ રહેશે એવો દાવો નેતાએ કર્યા બાદ યોજાયેલા કાર્યક્રમમાં હાજર પદાધિકારી અને કાર્યકર્તાઓએ જોરદાર નારેબાજી કરી પ્રતિસાદ આપ્યો હતો. 

મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિ અને વિવિધ યોજનાઓનો પ્રચાર - પ્રસાર કરવા ભાજપે રવિવારે થાણે લોકસભા 

મતદાર સંઘમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે પ્રસંગે અહીં તમામ વિધાનસભા મતદાર સંઘના ભાજપ પદાધિકારી સહિત બુથ પ્રમુખ, શકિત કેન્દ્ર પ્રમુખ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

થાણે, કલ્યાણ અને પાલઘર મતદાર સંઘ ભાજપના હતા અને આગળ પણ રહેશે એવો દાવો વિધાનસભ્ય સંજય કેળકરે કાર્યક્રમ દરમિયાન કર્યો હતો ત્યારે તેમની તરફેણમાં જોરદાર નારેબાજી થઇ હતી. 

થાણે લોકસભા મતદાર સંઘમાં ભાજપનું જોર છે અને અહીં પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે. 

આપણે વિપક્ષને દેખાડવાનું છે કે થાણે જિલ્લો પહેલાથી અત્યાર સુધી ભાજપનો જ હતો, એમ જણાવી પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે થાણે જિલ્લો ભાજપનો બાળકિલ્લો હોવાનો દાવો કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક