• શનિવાર, 02 માર્ચ, 2024

સેલ્ફ મેડ એન્ટરપ્રિનિયર્સની યાદીમાં ડી-માર્ટના રાધાકૃષ્ણ દામાણી પ્રથમ સ્થાને  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 : આઈડીએફસી ફર્સ્ટ પ્રાઇવેટ બૅન્કિંગ અને હૂરન ઇન્ડિયાની ટોપ-200 સેલ્ફ મેડ એન્ટરપ્રિનિયર્સ અૉફ ધ મિલેનિયા 2023ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વર્ષ 2000 બાદ સ્થાપવામાં આવેલી સૌથી વધુ મૂલ્ય ધરાવતી 200 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 200 કંપનીઓના કુલ 405 ફાઉન્ડર્સ છે. એમાંથી 225 ફાઉન્ડર્સ એન્જિનિયર્સ છે, જ્યારે 10 ફાઉન્ડર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને 7 ડૉક્ટર્સ છે. આઈડીએફસી ફર્સ્ટ પ્રાઇવેટ અને હૂરન ઇન્ડિયાના આ લિસ્ટમાં સમાવિસ્ટ કંપનીઓનું કુલ મૂલ્ય રૂા. 30 લાખ કરોડ જેટલું છે. આઈડીએફસી ફર્સ્ટ પ્રાઇવેટ બૅન્કિંગ અને હૂરન ઇન્ડિયાની આ યાદીમાં પ્રથમ સ્થાને એવન્યુ સુપર માર્ટસ (ડી'માર્ટ)ના ફાઉન્ડર રાધાકૃષ્ણ દામાણી છે. એમની કંપનીની માર્કેટ વૅલ્યુ રૂા. 2,38,188 કરોડની છે.

બીજા સ્થાને ફ્લિપકાર્ટના બિન્ની બંસલ અને સચીન બંસલ છે. એની માર્કેટ વૅલ્યુ રૂા. 1,19,472 કરોડની છે. ત્રીજા સ્થાને ઝોમેટોના દિપિન્દર ગોયલ છે એનું બજાર મૂલ્ય રૂા. 86,835 કરોડનું છે. ચોથા સ્થાને સ્વિગીના શ્રીહર્ષા મેજિટી અને નંદન રેડ્ડી છે. એની માર્કેટ વૅલ્યુ રૂા. 66,542 કરોડની છે. પાંચમા સ્થાને ડીમ-11ના ભાવિત શેઠ અને હર્ષ જૈન છે. એનું બજાર મૂલ્ય રૂા. 66,542 કરોડનું છે. આ યાદીમાં છઠ્ઠા સ્થાને રેઝર પૅના હર્ષિલ માથુર અને શશાંક કુમાર, સાતમા સ્થાને મેક્સ હેલ્થકૅર ઇન્સ્ટિટયૂટના અભય સોઈ, આઠમા સ્થાને પેટીએમના વિજય શેખર શર્મા, નવમા સ્થાને સીઆરઈડીના કુનાલ શાહ અને દસમા ક્રમે ઝિરોધાના નીતિન કામથ અને નિખિલ કામથ છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ