• શનિવાર, 25 માર્ચ, 2023

પાલઘરમાં પ્રસ્તાવિત વાધવાન બંદરના અમલમાં વધુ વિલંબ થઈ શકે  

મુંબઈ, તા. 2 : એક મહત્ત્વના બનાવમાં કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે વાધવાન પ્રોજેક્ટ બાબતમાં ટર્મ અૉફ રેફરન્સ (ટીઓઆર)માં સુધારો કરવાની માગણી કરતાં જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ)ના પ્રાસ્તાવને મુલત્વી રાખતાં પાલઘરમાં પ્રસ્તાવિત વાધવાન બંદરના અમલમાં વધુ વિલંબ થઈ શકે છે. 13 ફેબ્રુઆરીના દહાણુ તાલુકા એન્વાયેન્મેન્ટ પ્રોટેક્શન ઓથોરિટી (ડીટીઈપીએ)ની સુનાવણી પહેલાં આ બનાવ બન્યો છે. 13 ફેબ્રુઆરીના દહાણુ જેવા પર્યાવરણની દૃષ્ટિએ કમજોર તાલુકામાં બંદરને પરવાનગી આપવા સંબંધમાં ઓથોરિટી મહત્ત્વનો ચુકાદો આપવાની છે.