તામિલનાડુના ડીએમકે નેતા અને એમના વફાદાર સાથીઓએ સનાતન ધર્મ ઉપર પ્રહાર કરીને ધાકધમકીઓ આપ્યા પછી - ધર્મનો મુદ્દો ફરીથી ચૂંટણીના રાજકારણના કેન્દ્રમાં આવ્યો છે. વડા પ્રધાન મોદીએ આ મુદ્દો અને તક ઝડપીને ડીએમકે સાથે ઇન્ડિ-એલાયન્સની ભાગીદારી હોવાથી તેના ઉપર નિશાન લીધું છે. જે રાજ્યોમાં વિધાનસભાઓની અને સાથોસાથ લોકસભાની ચૂંટણીમાં હવે આ મુદ્દો છે.
તામિલનાડુના મુખ્ય પ્રધાનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને હલકો લેખવાનું જે વિધાન કર્યું હોય તેને લઈ તામિલનાડુમાં ભલે ડીએમકેને જે નુકસાન થાય તેની પરવા ડીએમકેને નથી પણ `ઇન્ડિયા'માં તેના સહયોગી અને ખાસ કરીને કૉંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોને ભારે નુકસાન થઈ શકે છે. યુપી-બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ વગેરે તમામ રાજ્યોમાં કૉંગ્રેસ અને ત્યાંના વિપક્ષી સ્થાનિક પક્ષોને સનાતન ધર્મ વિરોધી પ્રચાર અને ધાકધમકી ભારે પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તો કૉંગ્રેસના નેતાઓ હિન્દુવાદ અને રામનામના જાપ જપે છે, પોતાને શુદ્ધ હિન્દુ ઠરાવવા માગે છે! હવે કૉંગ્રેસ માટે આ મુદ્દો ખરી કસોટીરૂપ બની રહ્યો છે. આ જ કારણ છે કે આમ આદમી પક્ષ, કૉંગ્રેસ સહિત અનેક પક્ષોએ સનાતનવાળી ટિપ્પણથી પોતાનો છેડો શેર કરો -