• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

પત્રકારો ઉપર પ્રતિબંધ  

કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, ઈડી એલાયન્સ પત્રકારો પર પ્રતિબંધ મૂકીને પોતાની સરમુખત્યારશાહી માનસિક્તા દાખવી રહી છે. પત્રકારો પર ઈમરજન્સી જેવી ભારતમાં લોકતંત્ર બચાવવાની કાગારોળ - વિદેશમાં મચાવી રહેલા કૉંગ્રેસી નેતાના ડીએનએમાં - નસેનસમાં સત્તાનો નશો વ્યાપી ગયો છે. 1975ની ઈમરજન્સીની સજા જનતાએ આપી હતી તે અનુભવ ભૂલીને કેટલાક પત્રકારોનો બહિષ્કાર અર્થાત્ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કૉંગ્રેસે દેશમાં લોકતંત્રને કચડવાનો પ્રયાસ ઈમરજન્સી વખતે કર્યો હતો. ઈન્દિરા ગાંધીએ મીડિયાને કચડીને અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવવાનું કામ કર્યું હતું. હવે ફરીથી `હાથ'માં સત્તા નહીં હોવા છતાં પત્રકારો ઉપર પ્રતિબંધ મૂકવાની માનસિકતા હાવી થઈ છે!

વિપક્ષોના `ઈન્ડિયા' ગઠબંધને દેશમાંની વિવિધ ટીવી ચૅનલોના 14 ઍન્કરોની રાજકીય ચર્ચાના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો લીધેલો નિર્ણય બેજવાબદારપણાનો અને અક્કલ વગરનો - બંને છે. નિર્ણયને પત્રકારો વિરોધમાંના ટોળાશાહીનો દ્યોતક કહેવો પડે. 14 `ઍન્કરો' પોતાના કાર્યક્રમ દ્વારા દેશમાં દ્વેષભર્યા વાતાવરણની નિર્મિતિ કરે છે, એવો `ઈન્ડિયા' ગઠબંધનનો આક્ષેપ છે!

લોકો સુધી પહોંચવાની `ઈન્ડિયા' ગઠબંધનને સૌથી વધુ જરૂર છે ત્યારે મીડિયાના દરવાજા બંધ કરવાનો નિર્ણય આત્મઘાતી લેખવો જોઈએ. ટીવી ચૅનલના ચર્ચા