વોટ બૅન્ક ઊભી કરવા માટે નાણાંની લહાણી અને રેલમછેલ થાય છે ત્યારે હસ્તશિલ્પના કારીગરોના વિકાસ માટે અને પોતાના જન્મદિન અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પારંપરિક કૌશલથી સંકળાયેલા દેશના લાખો પરિવારોને વિશ્વકર્મા યોજનાની સોગાત આપી છે. પારંપરિક કારીગરોને તાલીમ, ટૂલકિટ અને વાજબી દરે ત્રણ લાખ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવતી આ યોજનાનો શુભારંભ કરતાં વડા પ્રધાને કહ્યું કે, દેશમાં આજે એ સરકાર છે જે વંચિતોને પ્રાધાન્યતા આપે છે.
વિશ્વકર્મા યોજના આત્મનિર્ભર ભારત અભિયાન, વૉકલ ફોર લોકલ મિશન અને સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ માટે સંજીવની પુરવાર થશે. મુદ્રા, સ્વનિધિ અને વિશ્વકર્મા, ત્રણે યોજનાઓ ભારતના અર્થતંત્રની મજબૂતી માટે પીઠબળ સાબિત થઈ શકે છે. ત્રણેય યોજનાઓ લોન આધારિત છે. મુદ્રા યોજના અંતર્ગત ઉદ્યમ માટે પચાસ હજારથી દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે. સ્વનિધિ યોજનામાં શહેરના સ્ટ્રીટ વૅન્ડરો ફેરિયાઓને ગૅરેન્ટર વિના દસ હજારથી 50 હજાર સુધીની લોન આપવામાં આવે છે અને હવે વિશ્વકર્મા યોજના અંતર્ગત સ્કિલ્ડ કારીગરોને ગૅરેન્ટર વિના લોન આપવામાં આવશે.
મશીનીકરણના દોરમાં વડા પ્રધાન વિશ્વકર્મા યોજનાની શરૂઆત દ્વારા કેન્દ્ર સરકારે હસ્તશિલ્પ અને કારીગરોના વિકાસ ઉપર ભાર મૂક્યો શેર કરો -