• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ભારત-કૅનેડા સંબંધ વણસે છે

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો દાવો કરીને કૅનેડાસ્થિત ભારતના ટોચના રાજદૂતને દેશ છોડી જવાનો આદેશ આપ્યો છે.  ભારતે ટ્રુડોના દાવાને નકારી કાઢ્યો છે અને સખત શબ્દોમાં વળતો જવાબ આપીને ભારત ખાતેના ટોચના કૅનેડિયન રાજદૂતની હકાલપટ્ટી કરી છે. ટ્રુડોએ કૅનેડાની સંસદમાં જણાવ્યું હતું કે કૅનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાના સંબંધોની તપાસ કૅનેડાની સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. જ્યારે ભારતના વિદેશ વિભાગે કહ્યું છે કે કૅનેડાના રાજદૂત દ્વારા ભારતની આંતરિક બાબતોમાં દખલ અને ભારતવિરોધી ગતિવિધિઓને જોતાં હકાલપટ્ટીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રુડોએ મુદ્દો અત્યારે ઉઠાવ્યા પછી ટાઈમિંગ અંગે સવાલ થઈ રહ્યો છે. ટ્રુડે જી20માં ભાગ લેવા ભારત આવ્યા ત્યારે મોદીએ કૅનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓના મુદ્દે તેઓને ઘેર્યા પછી એમણે અચાનક આવો દાવો કર્યો છે. તેઓ અસલ મુદ્દાથી ધ્યાન બીજે ભટકાવવા માગે છે. જો ટ્રુડો સરકાર પાસે ખરેખર નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાના પુરાવા હતા તો ટ્રુડોએ મુદ્દો જી20ની બેઠકમાં આવવા પહેલાં ઉપસ્થિત કરવો જોઈતો હતો.

ભારત-કૅનેડાના સંબંધોમાં કડવાશનું કારણ બનેલો હરદીપસિંહ નિજ્જર કુખ્યાત આતંકવાદી હતો. તેની ધરપકડ માટે 10 લાખ રૂપિયાનું