• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

સરકારી શાળાઓ દત્તક અપાશે!

મહારાષ્ટ્ર સરકારે હાલમાં જણાવ્યું છે કે રાજ્યની શાસકીય અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની બધી માધ્યમિક શાળા દત્તક આપવાની યોજના હવે હાથ ધરવામાં આવશે. છેલ્લા લગભગ દશકાથી શિક્ષણના ખાનગીકરણનો ભય વ્યક્ત થતો હતો. હવે સરકારના નિર્ણયથી ભય ફરી ઊભો થયો તો છે , સાથે બાળકોને ગુણવત્તાપૂર્ણ અને દરજ્જેદાર શિક્ષણ આપવાની જવાબદારીમાંથી રાજ્ય સરકાર છટકી રહી હોવાના આક્ષેપ થવા લાગ્યા છે.

રાજ્યના ગ્રામીણ, અર્ધશહેરી અને શહેરી વિસ્તારોની શાળામાં ગુણવત્તાપૂર્ણ અને દરજ્જેદાર શિક્ષણની ખાતરી આપનાર સરકારે હવે કામ માટે સમાજના દાનવીરો, સ્વયંસેવી સંસ્થા, મોટાં ઉદ્યોગ-સંસ્થાઓની મદદ લેવાનું નક્કી કર્યું છે. રાજ્યમાંની શાસકીય અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની બધી શાખાઓ હવે સજાગતિકપણે પોતાના પાલનપોષણ માટે વાલીની પ્રતીક્ષા કરવાની છે. અનેક શાળાઓને દુરસ્તીની આવશ્યક્તા છે, અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્ય માટે આવશ્યક શુદ્ધ પાણીની વ્યવસ્થા, સ્વચ્છતાગૃહો, વીજળી, પંખા વગેરેની અછત છે, તો અનેક શાળાઓની ભીંતો અનેક વર્ષોથી રંગરોગાનથી વંચિત રહી છે. શિક્ષણ અને ટેક્નૉલૉજીનાં આધુનિક સંસાધનોને લઈ જગત પ્રગતિના પંથે વેગથી દોડી રહ્યું છે, પણ મહારાષ્ટ્રમાંની અનેક શાળાઓએ આધુનિક સાધનોની ઝલક માત્ર પણ નથી જોઈ.

સુશિક્ષિત મન અને સુદૃઢ શરીર વિદ્યાર્થીકાળમાં આરોગ્યની ગુરુચાવી હોય છે. રાજ્યની અનેક શાળાઓમાં