લોકસભામાં ચંદ્રયાન મિશનની સફળતા અંગેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ બહુજન સમાજ પક્ષના દાનિશ અલી સામે કરેલી અપમાનજનક ટિપ્પણીના મુદ્દે ગંભીર વિવાદ થયો છે. બિધુરીએ દાનિશ અલીને આતંકવાદી-ઉગ્રવાદી ગણાવ્યા હતા અને ગાળો પણ ભાંડી હતી. વિપક્ષે ભાજપના સાંસદને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.
ચૂંટણીની હવા જેમ જેમ જામી રહી છે, નેતાઓની ભાષા પણ ઉગ્ર અને બેફામ થતી જાય છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભાજપના બિધુરીની બિનસંસદીય ભાષાનો ભારે વિરોધ કર્યો છે. બીજી બાજુ તામિલનાડુના પ્રધાન પાસેથી દેશની સર્વોચ્ચ અદાલતે જવાબ માગ્યો છે. જવાબદાર સંસ્થાઓ અને જવાબદાર નેતાઓનાં નિંદનીય નિવેદનોની નોંધ તો લેવી પડશે, જો નેતાઓને રોકવામાં નહીં આવે તો આમજનતામાં સામાન્ય બોલચાલનું સ્તર પણ દિવસોદિવસ ઊતરતું જશે.
દુ:ખદ અને શરમજનક છે કે સંસદમાં કોઈપણ સભ્યોને ધર્મના આધાર પર આતંકવાદી ગણાવવામાં આવે. બસપાના સાંસદ દાનિશ અલીએ લોકસભાના સ્પીકરને લેખિત ફરિયાદ કરી છે. જ્યારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના સાંસદ રમેશ બિધુરીને કારણ બતાવો નોટિસ આપી સારું ઉદાહરણ આપ્યું છે. લોકતંત્રની ગરિમાને બચાવવા માટે બધા પક્ષોએ આ બાબત સક્રિય બનવાનું રહેશે, કારણ કે દરેક પક્ષમાં બિધુરી જેવા નેતા છે.
તામિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટેલિન તો કંઈક