• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

રાહુલના કાર્યક્રમમાં રાષ્ટ્રગાનનું અપમાન?  

નવી દિલ્હી તા.1 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસમાં એક પછી એક વાદ-વિવાદ સામે આવી રહ્યો છે. અલગ અલગ સ્થળોએ તેમના કાર્યક્રમ યોજાયા છે. દરમિયાન એક કાર્યક્રમમાં રાષ્ટ્રગાન પર વિવાદ સર્જાયો છે. આરોપ છે કે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં કેટલાક લોકોએ રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ હતું. 

ભાજપના પ્રવકતા શહઝાદ પૂનાવાલાએ એક વીડિયો ટ્વિટ કર્યો અને જણાવ્યું કે એક મીડિયા પર્સને તેમને રાહુલ ગાંધીના કાર્યક્રમ સાથે સંબંધિત આ વીડિયો મોકલ્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યુ કે રાષ્ટ્રગાન વખતે અડધા લોકો જેમને બાદમાં રાહુલ ગાંધીએ સંબોધ્યા, ઉભા થવાની જહેમત પણ ઉઠાવી નહીં. બાદમાં તેમણે રાષ્ટ્રગાનને વચ્ચે જ રોકી દીધુ અને કહ્યંy કે આ તો માઈક ચેક હતું. ભાજપના પ્રવકતાએ આ ઘટનાને શરમજનક ગણાવતાં રાહુલ ગાંધીની આયોજક સમિતિ સ્પષ્ટતા કરે તેવી માગ ઉઠાવી છે. સાથે સવાલ કર્યો કે શ્રોતાઓમાં એ કોણ લોકો હતા જેમણે રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ?

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ