• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

રાહુલ ગાંધી અટક છોડો : હિમંતા શર્મા  

આસામના મુખ્ય પ્રધાનના પ્રહાર : બધા `નકલી ગાંધી'

ગૌહાતી, તા. 11 : આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ગાંધી પરિવાર પર `અટક' હડપવાનો આરોપ મૂક્યો હતો. અહીં ભાજપ મુખ્ય મથકે યોજિત એક કાર્યક્રમમાં હિમંતાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તેમની અટક છોડી દેવા કહ્યું હતું. કાલે કોઇ ડાકુ પોતાની અટક ગાંધી રાખી લેશે તો શું સાધુ બની જશે, તેવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે કહ્યું કે, બધા ગાંધી કેવી રીતે બની ગયા.

ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી કયા ફોર્મ્યુલાથી ગાંધી છે ? બધા ડુપ્લિકેટ ગાંધી છે તેવા પ્રહાર તેમણે કર્યા હતા.

હિમંતાના નિવેદન પર પલટવાર કરતાં કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે, જે રીતે આપનું નામ પિતા કૈલાશનાથ સરમાથી પડયું રીતે રાજીવ ગાંધીનું નામ તેમના પિતા ફિરોજ ગાંધી પરથી પડયું. આસામના મુખ્ય પ્રધાને કહ્યું કે, ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યો અને આપ લોકોએ ગાંધી અટક હડપ કરી લીધી. ભારતનું પ્રથમ કૌભાંડ અટકથી શરૂ થયું. આપ લોકો `નકલી ગાંધી' છો તેવું કહી હિમંતાએ કોંગ્રેસને  કોઈ બીજા  દેશ કે ગ્રહમાં  સરકાર