• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અમેરિકામાં ભારતીય મૂળનાં મનપ્રીત સિંહ પહેલા શીખ ન્યાયાધીશ બન્યાં

નવી દિલ્હી, તા. 9: ભારતીયોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે એક ખુશખબર મળ્યા છે. ભારતીય મૂળનાં મનપ્રીત મોનિકા સિંહે હેરિસ કાઉન્ટીના ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે અને અમેરિકામાં પહેલા શીખ ન્યાયાધીશ બની ગયા છે. મનપ્રીતનો જન્મ અને પાલન પોષણ હ્યુસ્ટનમાં થયું છે. હવે તેઓ પોતાના પતિ અને બે બાળકો સાથે બેલેયરમાં રહે છે. મનપ્રીત સિંહે ટેક્સાસમાં લો નંબર 4મા હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.