ઓટાવા, તા. 20 : ભારતમાં પ્રતિબંધિત શિખ ફોર જસ્ટિસ સંગઠનના પ્રમુખ ગુરવંતસિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે. પન્નુએ ભારતીય-કેનેડીયન હિંદુઓને કેનેડા છોડીને ચાલ્યા જવાની ધમકી આપી છે. ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાને લઈને તનાવ ચાલી રહ્યો છે. તેવામાં પન્નુનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતને ધમકાવી રહ્યો છે. આ સાથે જ 29 ઓક્ટોબરના રોજ વેંકુવરમાં જનમત સંગ્ર માટે કેનેડા વસતા શિખોને મતદાન કરવાની અપીલ કરી છે.
પન્નુને ભારતે આતંકી ઘોષિત કરેલો છે. પન્નુ વીડિયોમાં કહી રહ્યો છે કે ભારતીય હિંદુઓએ કેનેડાના સંવિધાનનું અપમાન કર્યું છે. તમારી જગ્યા ભારતમાં છે. કેનેડા છોડીને ભારત ચાલ્યા જાઓ. ખાલિસ્તાન સમર્થક શિખ હંમેશાં કેનેડા પ્રત્યે વફાદાર રહ્યા છે અને હંમેશાં કેનેડાનો પક્ષ લીધો છે. કેનેડાના સંવિધાન અને કાયદાનું સન્માન કર્યું છે. ભારતે એસએફજેને વર્ષ 2019મા પ્રતિબંધિત ઘોષિત કર્યું હતું.
બાદમાં પન્નુ કહી રહ્યો છે કે ઓક્ટોબર 29ના રોજ કિલ ઈન્ડિયા કેમ્પેઈનમાં ભાગ લેવા માટે તમામ શિદને વેંકુવરમાં રહેવાની અપીલ કરે છે. તેઓ મત આપે કે ભારતના ઉચ્ચાયુક્ત સંજય વર્મા નિજ્જરની હત્યા માટે જવાબદાર છે. વીડિયો બાદ હિંદુ મૂળના કેનેડીયન મંત્રી અનીતા આનંદે શાંતિની અપીલ કરી હતી&l