• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

કૅનેડા મુદ્દે દિલ્હીમાં તાબડતોબ બેઠકો

મોદીને મળ્યા જયશંકર : ગૃહપ્રધાન અમિત શાહની એનએસએ સાથે મુલાકાત 

નવી દિલ્હી, તા. 20 : કેનેડા તરફથી ભારત ઉપર ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાને લઈને ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યા બાદ બન્ને દેશના સંબંધો વણસ્યા છે. આરોપોના 24 કલાક બાદ દિલ્હીમાં તાબડતોબ મુલાકાતોનો દોર શરૂ થયો હતો. એક તરફ સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ સવારે વિદેશ પ્રધાન એસ જયશંકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સંસદ ભવનમાં વાતચીત થઈ હતી. સુત્રો મુજબ વાતચીત કેનેડા સાથે વધી રહેલા તનાવ મુદ્દે થઈ હતી. બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહની ઓફીસમાં એનએસએ અજીત ડોભાલ પહોંચતા અટકળો વધી હતી. 

દરમિયાન કેનેડામાં રહેતા અને ત્યાંની યાત્રા કરનારા ભારતીય છાત્રો માટે વિદેશ મંત્રાલય તરફથી એડવાઈઝરી જારી કરી છે. કેનેડામાં વધતી ભારત વિરોધી ગતિવિધિ, અપરાધિક હિંસા અને ધૃણા-અપરાધોને ધ્યાને લઈને વધારે સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે. 

કહેવાય છે કે ભારત સરકારનું આગામી પગલું શું રહેશે તે અંગે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વડા પ્રધાન મોદી વચ્ચે વાતચીત થઈ હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ પોતાની સંસદમાં ખુલ્લેઆમ આરોપ મુક્યો હતો કે કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટોનો હાથ છે. ભારતે