અધીર રંજન ચૌધરીના દાવાના જવાબમાં સરકારે કહ્યું, મૂળ બંધારણની નકલો વહેંચાઈ, જેમાં આ શબ્દો નહોતા
નવી દિલ્હી, તા. 20 : નવા સંસદ ભવનમાં પ્રવેશ વખતે સાંસદોને દેશનાં બંધારણની પ્રતો આપવામાં આવી હતી. આ સંવિધાનની નકલોમાં પ્રસ્તાવનામાંથી `સમાજવાદ' અને `ધર્મનિરપેક્ષ' જેવા શબ્દો હટાવી દેવામાં આવ્યા હોવાનો દાવો કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે. જો કે આ મામલે વિવાદ પછી સરકાર તરફથી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી હતી કે, સાંસદોને આપવામાં આવેલી પ્રતો મૂળ બંધારણની છે અને તેમાં આ શબ્દો સામેલ નહોતાં.
ચૌધરીએ દેશનાં બંધારણ ઉપર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરતાં દાવો કર્યો હતો કે, 19મી સપ્ટેમ્બર, મંગળવારે નવા સંસદ ભવનમાં પ્રવેશ વખતે સાંસદોને આપવામાં આવેલી બંધારણની નકલોની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષ શબ્દો નથી. ભલે આ શબ્દોને 1976માં એક સુધારા પછી પ્રસ્તાવનામાં સામેલ કરવામાં આવ્યા હતા પણ જો અત્યારે કોઈ બંધારણની પ્રત આપવામાં આવે અને તેમાં આ શબ્દો ન હોય તો ચિંતાનો વિષય છે.
કોંગ્રેસનાં નેતાએ સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તેમની મંશા સંદિગ્ધ છે. આ બહુ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ ખુબ જ ચિંતાનો વિષય છે. સંસદમાં મેં આ મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી હતી પણ શેર કરો -