ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરી પરોઢ
નવી દિલ્હી, તા. 20 : ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ફરી એક વખત સવાર થવાની છે. આ સાથે જ વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાનના જાગવાની પણ આશા ઉઠી છે. 22 સપ્ટેમ્બરના રોજ દક્ષિણી ધ્રુવ ઉપર સુર્યના કિરણો પહોંચી જશે. બાદમાં ઈસરો કોશિશ કરશે કે લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને કામે લગાડી શકાય. વર્તમાન સમયે બન્ને સ્લીપ મોડમાં છે. ચંદ્રયાન3 લોન્ચ કરતા પહેલા ઈસરોએ લેન્ડર અને રોવરને 14 દિવસનું કામ સોંપ્યું હતું. જો કે ત્યાં પહોંચ્યા બાદ કહેવામાં આવ્યું હતું કે કદાચ રાત પૂરી થયા બાદ બન્ને ફરીથી કામ શરૂ કરી શકશે.
જો ઈસરો લેન્ડર અને રોવરને જગાડવામાં સફળ થશે તો તે પણ એક મોટી સફળતા બની રહેશે. એક તરફથી ઈસરોને બોનસ મળી જશે. લેન્ડર વિક્રમે 23 ઓગસ્ટના રોજ વિક્રમ ઉપર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. બાદમાં રોવર પ્રજ્ઞાન બહાર આવ્યું હતું અને 12 દિવસ સુધી મહત્વની જાણકારીઓ આપી હતી અને પછી સ્લીપ મોડ ઓન કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચંદ્ર ઉપર 14 દિવસ રાત અને 14