અમેરિકન બોન્ડયિલ્ડમાં વૃદ્ધિ, રૂપિયો નબળો, ક્રૂડતેલના ભાવ વધવા અને વિદેશી રોકાણકારોની વેચવાલી જવાબદાર
મુંબઈ, તા. 20 : આંતરરાષ્ટ્રીય પ્રવાહોને પગલે ભારતીય શૅરબજારોમાં આજે નકારાત્મક વલણ જોવા મળ્યું. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે એચડીએફસી બૅન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા કદાવર શૅરોને પગલે સેન્સેક્ષ આશરે 796 પોઈન્ટ ઘટીને 66,801, જ્યારે નિફ્ટી 232 પોઈન્ટ ઘટીને 19,901નું લેવલ માંડ જાળવી શક્યો. એચડીએફસી બૅન્કમાં એનાલિસ્ટની બેઠકને પગલે ભારે વેચવાલી જોવા મળી હતી. એવામાં અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિટીની યોજાનારી બેઠક પૂર્વે વૈશ્વિક બજારોએ સાવધાની દાખવી હતી. વિશ્લેષકોના મતે શૅરબજારોમાં બુધવારે જોવા મળેલા કડાકા પાછળ અમેરિકન બોન્ડનાં યિલ્ડમાં વૃદ્ધિ, રૂપિયો નબળો થવો, ક્રૂડતેલના ભાવ વધવા અને વિદેશી રોકાણકારોની વેચવાલી સહિતનાં કારણો જવાબદાર હતાં.
સૌથી મોટો ચાર ટકાનો કડાકો એચડીએફસી બૅન્કના શૅરમાં જોવા મળ્યો હતો. દરમિયાન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા ઘટીને રૂા. 2355એ બે મહિનાના નીચલા સ્તરે નોંધાયો હતો. ઘરઆંગણે ઉત્પાદિત ક્રૂડતેલના વેચાણ ઉપર વિન્ડફોલ ટૅક્સમાં વધારાની અસર પણ શૅર પર જોવા મળી હતી.
શરૂઆતના ટ્રાડિંગમાં રૂપિયો અમેરિકન ડૉલર સામે છ પૈસા મજબૂત બનીને 83.26 નોંધાયો હતો. ક્રૂડતેલના ભાવમાં વધારો, અમેરિકન ડૉલરનાં પ્રોત્સાહક કામકાજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટી બજારમાંથી મૂડી શેર કરો -