બીજિંગ, તા. 24 : આતંકી નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તનાવને લઈને અમેરિકા અને યુકે સહિત અમુક પશ્ચિમી દેશો કોઈપણ સુધી નિવેદન કરવાની બચી રહ્યા છે. અમેરિકા સહિત કોઈપણ દેશ નથી ઈચ્છતો કે દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા અને મોટી શક્તિના રૂપમાં ઉભરી રહેલા ભારતને લઈને આકરી ટિપ્પણી કરવામાં આવે જ્યારે કેનેડા સાથે પણ રણનીતિક ભાગીદારી છે. તેનાથી ઈનકાર કરી શકાય નહીં. ચીનને આ વાત પચી રહી નથી. તેવામાં ચીની મીડિયા પશ્ચિમી દેશોના મૌનને લઈને ભડક્યું છે અને સ્વાર્થ સિદ્ધિનો આરોપ મુક્યો છે.
ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે આ પશ્ચિમી દેશોનું બેવડુ વલણ છે. જો તેઓ ભારતના મિત્ર દેશો ન હોત તો માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મુકવામાં અને નિંદા કરવામાં એક મિનિટ પણ ન લાગી હોત. પશ્ચિમી દેશોનું સામૂહિક મૌન બતાવે છે કે તેના ગઠબંધનમાં મજબુતી નથી. અમેરિકાના ફાયદા આગળ કોઈપણ નિયક કે નૈતિકતા ચાલતી નથી. ચીની મીડિયાએ કહ્યું છે કે ફાઈવ આઈસ અલાયન્સમાંથી કયા દેશે નિજ્જરને લઈને ઈનપુટ આપ્યા હતા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પશ્ચિમી દેશો દુવિધામાં ફસાયા છે. એક તરફ સહયોગી કેનેડા છે તો બીજી તરફ ભારત હિંદ પ્રશાંત ક્ષેત્રની રણનીતિમાં