• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કરાશે નષ્ટ

નવીદિલ્હી, તા.24 : અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા હવે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે. સ્પેસ સ્ટેશન ખૂબ જૂનું થઈ ચૂક્યું છે અને હવે બહેતર સંશોધનો માટે આધુનિક સ્પેસ સ્ટેશન આવશ્યક બન્યું છે. 

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિભિન્ન દેશોના અવકાશ યાત્રીઓ રહેતા હોય છે અને સંશોધન કાર્યો ત્યાં ચાલતા રહે છે. તેનું કુલ વજન 4,19,725 કિલો છે. જેથી તેને ધ્વસ્ત કરવાનું કામ સરળ પણ રહેવાનું નથી. નાસાએ તેના માટે વિશેષ આયોજન કર્યું છે. સ્પેસ સ્ટેશનને અચાનક નીચે પછાડી દેવામાં નહીં આવે બલકે ધીમેધીમે નીચે લાવવામાં આવશે. તેને જે ગતિએ નીચું ઉતારવામાં આવશે તે હિસાબે જાન્યુઆરી 2031 સુધીમાં તે વાયુમંડળમાં પહોંચી જશે. ત્યારબાદ તેને સમુદ્રમાં તોડી પાડવામાં આવશે. કામ માટે ખૂબ તકેદારી રાખવામાં આવશે. જેથી તેને તોડી પાડવામાં આવે ત્યારે પૃથ્વી ઉપર કોઈ નુકસાન થાય. 

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અત્યાર સુધીનો સૌથી મોટો છોડાયેલો સેટેલાઇટ છે અને પ્રોજેક્ટ છેક 1989માં શરૂ કરવામાં આવેલો. સ્ટેશન ધરતીથી 40 કિ.મી. અવકાશમાં પૃથ્વી ફરતે ભ્રમણ કરી રહ્યું છે. થોડાં વર્ષો પહેલા અંતરિક્ષ યાત્રીઓએ સ્પેસ વોક એટલે કે