• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ન્યાયપાલિકા ઉપર ભરોસો : સુપ્રીમની નોટિસ અંગે ઉદયનિધિ

ચેન્નઈ, તા. 24 : સનાતન ધર્મ ઉપર વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને નોટિસ જારી કરવામાં આવી છે. શીર્ષ અદાલતથી નોટિસ મળ્યા બાદ ઉદયનિધિએ કહ્યું હતું કે, તેને ન્યાયપાલિકા ઉપર પૂરો ભરોસો છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ મામલે સમાચારમાં વાંચ્યું હતું પણ હજી સુધી કોઈ નોટિસ મળી નથી. ઉદયનિધિએ કહ્યું હતું કે, નોટિસ મળતા તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.