• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ચંદ્ર ઉપર ભારતનાં રાષ્ટ્રીય પ્રતીકની છાપ સ્પષ્ટ ન બની !

નવી દિલ્હી, તા.24 : ભારતનાં ચંદ્રયાન અભિયાનનું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી ઉપર તેનાં પૈડાંમાં કોતરાયેલા રાષ્ટ્રીય ચિહ્ન અને ઈસરોનાં લોગો વડે છાપ અંકિત કરવાનું હતું પણ આમાં નિરાશા સાંપડી છે જ્યાં તેનું ઉતરાણ થયું તે શિવ શક્તિ પોઈન્ટ આસપાસની સપાટી પથરાળ હોવાનાં કારણે નિશાન એટલા સ્પષ્ટ નથી બન્યાં જેટલી આશા હતી. શિવ શક્તિ પોઈન્ટની સપાટી ધૂળિયા નહીં પણ નક્કર ખડકાળ છે. શિવ શક્તિ પોઈન્ટ આસપાસ ચંદ્રની સપાટીની જાણકારીઓ ઈસરોને મળી છે અને તેનાથી એક નવી સમજ પણ પેદા થઈ છે કે ત્યાં માટી નથી. તે અલગ છે. 

દરમિયાન, ચંદ્ર પર સૂર્યોદય થયાને 3 દિવસ વિતી ચૂક્યા છે પરંતુ અપેક્ષા મુજબ ભારતના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હજૂ જાગ્યા નથી. ઈસરોને કોઈ સિગ્નલ મળતા સવાલ ઉઠયો છે કે શું લેન્ડર અને રોવર કાયમ માટે ઠપ થઈ ગયા છે ? ઈસરો પ્રમુખ એસ. સોમનાથે કહ્યંy કે, અમને આશા છે. 14 દિવસ રાહ જોઈશું. તાપમાનમાં સતત વધારો થશે સિસ્ટમ ગરમ થઈ તો 14મા દિવસે પણ સિગ્નલ મળી શકે છે.