મુંબઈ, તા. 24 : રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવાર અમદાવાદની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ ભારતના ધનાઢય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે અને કાર્યાલયની મુલાકાતે ગયા હતા. આ પવાર અને અદાણી વચ્ચે સતત ત્રીજી બેઠક છે. પવાર અને અદાણીની મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. અનેક અટકળો અને અફવાઓનું બજાર ગરમ છે. એક વર્ષથી ઓછા સમયમાં બંને દિગ્ગજોની આ ત્રીજી બેઠક અનેક સંકેતો આપી રહી હોવાનું મનાય છે. આ પ્રવાસ વ્યક્તિગત હોવાનું પવારવતી જણાવાયું છે. તેઓ એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. પોતાની મુલાકાત દરમિયાન પવારે ભારતના પહેલા લેક્ટોફેરિન સંયંત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. પવાર સાથે તેમનાં પત્ની પ્રતિભા પવારે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.