• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

કર્તવ્ય પથ ઉપર ચાલીને બદલાવનું માધ્યમ બનો : મોદી

જી20, ચંદ્રયાનની સફળતાની વાત કરી : ઉત્તરાખંડની ઘોડા લાઈબ્રેરીનો પણ ઉલ્લેખ

નવી દિલ્હી, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશની જનતા સાથે મન કી બાત કરી હતી. જેમાં 105મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ મન કી બાતમાં જી20ની સફળતા, ચંદ્રયાન-3ની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ ભારતના લોકોને દેશની અલગ અલગ જગ્યાએ ફરવાની અપીલ કરી હતી. જેનાથી પર્યટનને પ્રોત્સાહન મળે અને સંસ્કૃતિને સમજી શકાય. તેમણે કહ્યું હતું કે, 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન uદવસ છે. પર્યટનનો અર્થ માત્ર ફરવાનો નથી, તેમાં રોજગારને પણ સંબંધ છે. સૌથી વધારે રોજગાર પ્રવાસન ક્ષેત્રમાંથી મળે છે. છેલ્લા અમુક વર્ષમાં લોકોમાં ભારત પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. જી20 સંમેલન બાદ ભારતનું માન વધ્યું છે. જી20મા આવેલા 1 લાખ ડેલિગેટ્સ જે અનુભવ લઈને ગયા છે તેનાથી પર્યટનનો વિસ્તાર થશે. પીએમ મોદીએ લોકોને કર્તવ્ય પથ ઉપર ચાલીને બદલાવનું માધ્યમ બનવા અપીલ કરી હતી. 

મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ ફરવાનું પ્લાનિંગ થાય ત્યારે ભારતની વિવિધતાને સમજવામાં આવે. ભારતની અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ સમજવામાં આવે. જેનાથી દેશના ગૌરવશાળી ઈતિહાસથી પરિચિત થવાનું અને સ્થાનિક લોકોની આવક વધારવાનું માધ્યમ બનશે. મન કી બાત દરમિયાન પીએમ મોદીએ