• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અદાણી જૂથ પાંચ આઈપીઓ લાવશે

મુંબઈ, તા. 23 : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ એવા ગૌતમ અદાણી વર્ષ 2026-2028 દરમ્યાન ઓછામાં ઓછી પાંચ કંપનીઓને જનતા વચ્ચે લાવશે. અદાણી જૂથ આ કંપનીઓની માલિકીમાંથી કેટલોક હિસ્સો જનતાને આપીને કંપનીઓ પરથી ઋણ ઓછું કરવાની દિશામાં અગ્રેસર બનશે.  

બ્લૂમબર્ગમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર અદાણી જૂથના મુખ્ય નાણાકીય અધિકારી જુગાશિંદર સિંહે એક મુલાકાતમાં કહ્યું હતું કે, આવનારા ત્રણથી પાંચ વર્ષ દરમ્યાન અદાણી કમસેકમ પાંચ કંપનીઓ બજારમાં ઉતારશે.