• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ગુજરાત માટે બે દિવસ ભારે દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું ઍલર્ટ

અમદાવાદ, તા.7: બે વર્ષ પહેલા આવેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાની સર્જી હતી અને એની હજુ માંડ કળ વળી છે ત્યારે ગુજરાત પર વધુ એક આફતનો ખતરો તોળાઈ રહ્યો છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારવાસીઓના જીવ ઉંચા થઈ ગયા છે. પોરબંદરથી 1060 કિમીના અંતરે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન કિલોમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધીને ચક્રવાતમાં ફેરવાયું છે. જેનાં કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ પણ લગાવામાં આવ્યું છે. સાથે માછીમારોને 14 જૂન સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે ત્યારે બિપરજોય ચક્રવાતને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને બેઠકોનો દૌર શરૂ કર્યો છે.  હાલ આ વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણ સમુદ્રમાં 900 કિલોમીટર દૂર છે જ્યારે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 20 કિલોમીટર દૂર અને પોરબંદરથી વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 60 કિલોમીટરના અંતરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક