• મંગળવાર, 16 એપ્રિલ, 2024

તાતા ફરી દેશની સૌથી પ્રતિષ્ઠિત બ્રૅન્ડ  

દુનિયાની ટોપ 100મા તાતા ગ્રુપ એકમાત્ર ભારતીય કંપની 

નવી દિલ્હી, તા. 7 : દેશની સૌથી મોટા અને જૂના ઔદ્યોગિક જૂથ તાતા ગ્રુપને ફરી એક વખત દેશની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડનો ખિતાબ મળ્યો છે. તાતા ગ્રુપે 26.38 અબજ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આ ઉપલબ્ધિ મેળવી છે. 

તાતા ગ્રુપ એવી પહેલી બ્રાન્ડ છે જેણે 25 અબજ ડોલરના સ્તરને પાર કર્યું છે. વર્ષ 2022ની તુલનાએ તાતા ગ્રુપના મૂલ્યમાં 10.3 ટકાનો ઉછાળો આવ્યો છે. બ્રાન્ડ ફાયનાન્સના રેન્કિંગમાં તાતા ગ્રુપને ભારતની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ ગણાવવામાં આવી છે. તાતા ગ્રુપ દુનિયાની ટોપ 500 કંપનીઓની યાદીમાં શીર્ષ 100મા જગ્યા મેળવનારી એકમાત્ર ભારતીય કંપની છે. ભારતીય કંપનીઓમાં આઈટી કંપની ઈન્ફોસિસ 13 અબજ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા અને એલઆઈસી 9.7 અબજ ડોલરની વેલ્યુ સાથે ત્રીજા ક્રમાંકે છે.