• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અમેરિકામાં ત્રણ ઠેકાણે ગોળીબાર : 11નાં મૃત્યુ  

વાશિંગ્ટન તા. 24 :  અમેરિકામાં બાર કલાકની અંદર ફાયારિંગની ઉપરાઉપરી ત્રણ ઘટના બની છે, જેમાં બે વિદ્યાર્થી સહિત અગિયાર લોકોનાં મૃત્યુ થયાં છે. `માસ શૂટિંગ' નામથી ઓળખાતી આવી ઘટનાઓ અમેરિકાના તંત્ર માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ગોળીબારની પહેલી ઘટના કેલીફોર્નિયામાં બની હતી, જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.