• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

દિલ્હી મેયરની ચૂંટણી ફરી ટળી  

આપ-ભાજપના સભ્યો વચ્ચે ઝપાઝપીથી ગૃહ સ્થગિત 

નવી દિલ્હી, તા. 24 : ભારે હંગામા વચ્ચે દિલ્હીમાં મેયર પદની ચૂંટણી ફરી એકવાર ટળી છે. દિલ્હી મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિના સદસ્યો ચૂંટવાની પ્રક્રિયા માટે મતદાન શરૂ થતાં જ આપ અને ભાજપના સદસ્યો-કાર્યકરોએ ભારે ઝપાઝપી-નારેબાજી થઈ હતી. તેઓ બેરિકેડ્સ ઉપર ચઢી ગયા અને એકબીજા ઉપર પાણીની બોટલો ફેંકી હતી. ઝપાઝપી અટકે તેમ ન લાગતાં સભાપતિએ ગૃહની કામગીરીને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી હતી. 

આ પહેલા એમસીડીમાં 10 નોમિનેટેડ સદસ્યના શપથગ્રહણ યોજાયા હતા. જે દરમિયાન આપના નેતાઓએ નારેબાજી કરી હતી. ભાજપના નેતાઓએ ગૃહમાં જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. કેન્દ્રિય પ્રધાન મીનાક્ષી લેખીએ કહ્યં કે ખૂબ જ દુ:ખની વાત છે કે મતદાન કરવા સૌ બેઠા હતા પરંતુ હંગામો ચાલુ રહ્યો હતો. લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન થવું જોઈએ. દિલ્હીના ના.મુખ્ય પ્રધાન સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભાજપ મેયર ચૂંટણીથી ભાગી રહ્યં છે. તે જાણે છે કે આપના મેયર એ કામમાં ઝડપ લાવશે જે ભાજપ ન કરી શકી. તેમણે ફરી સત્ર બોલાવવા અને મેયરની ચૂંટણી યોજવા માગ કરી હતી. દિલ્હીમાં મેયર પદ માટે આપે શૈલી ઓબેરોય અને ભાજપે રેખા ગુપ્તાને ઉતાર્યાં છે.