• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

વડા પ્રધાન મોદીએ દેશની પ્રથમ રાષ્ટ્રીય તાલિમ પરિષદનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી, તા. 11 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશનાં પ્રથમ નેશનલ ટ્રેનિંગ કોન્કલેવનું ઉદ્દઘાટન કર્યું હતું. દિલ્હીનાં પ્રગતિ મેદાન સ્થિત ઇંટરનેશન એકઝીબિશન અને કન્વેન્શન સેન્ટરમાં આ સમારોહ યોજાયો હતો. 

આ અવસરે વડાપ્રધાને વિવિધ તાલીમ સંસ્થાઓના 1500 પ્રતિનિધિને સંબોધન કર્યું હતું. આ આયોજનનો આશય સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઇન્સ્ટીટય્ટ્સૂ વચ્ચે સંકલન વધુ મજબૂત કરવાનો છે.

મોદી દેશની શાસનપ્રક્રિયા અને નીતિને વધુ બેહતર બનાવવા માગે છે. જેના માટે મિશન કર્મયોગીની પણ શરૂઆત કરાઇ હતી.

તાલિમ સંસ્થાઓ વચ્ચે સંકલન શ્રેષ્ઠ બનાવવાની કવાયતમાં કેન્દ્રિય તાલિમ સંસ્થા, રાજ્યસ્તરની તાલિમ સંસ્થા, ક્ષેત્રિય તાલિમ સંસ્થા, સંશોધન સંસ્થાના સભ્યો સામેલ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ