કેલગેરી (કેનેડા), તા.7: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને યુવા ખેલાડી લક્ષ્ય સેન કેનેડા ઓપન સુપર સિરીઝ-500 ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. વિશ્વ ક્રમાંકમાં 15મા નંબરની ખેલાડી પીવી સિંધુ રાઉન્ડ-16માં જાપાની ખેલાડી અને 27મા ક્રમની નાત્સુકી નિદાઇરા તરફથી વોકઓવર મળ્યો હતો. આથી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે જ્યારે લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલના ખેલાડી યગોર કોહલ્હોને 21-1પ અને 21-11થી સજ્જડ હાર આપીને અંતિમ આઠમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ મેન્સ ડબલ્સમાં ભારતીય જોડી કૃષ્ણપ્રસાદ અને વિષ્ણુવર્ધનની ઇન્ડોનેશિયાની જોડી વિરુદ્ધ 9-21 અને 11-21થી હાર થઇ હતી. આથી તેમની કેનેડા ઓપનની સફર સમાપ્ત થઇ છે.