• શનિવાર, 25 માર્ચ, 2023

આઈપીએલ 2023ના નિયમોમાં થશે મોટા ફેરફાર

ટીમો વાઈડ અને નો બૉલ માટે ડીઆરએસ પણ લઈ શકાશે

મુંબઈ, તા.7 : દુનિયાની સૌથી મોટે ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલની નવી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ લીગ દર વર્ષે કંઈક નવું લઈને આવે છે અને આ વખતે પણ કંઈક એવું જ થવાનુ છે. આ વખતે આઇપીએલમાં એક નવો નિયમ આવવાનો છે. 

આ નિયમને કારણે ટીમો વાઈડ અને નો બોલની માટે ડીઆરએસ પણ લઈ શકશે.

વાઈટ અને નો બોલ માટે હાલ મહિલા આઈપીએલમાં આ નિયમ લાગુ છે અને આ નવા નિયમ લાગુ છે અને આ નવા નિયમની અસર અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં પણ જોવા મળી છે. તે સૌ પ્રથમ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે કર્યુ હતું. જ્યારે ડબલ્યુપીએલમાં ગુજરાત જાયન્ટસ અને યુપી વોરિયર્સને આ નિયમનો કર્યો હતો ઉપયોગ.

આ મેચની છેલ્લી ઓવરમાં યુપીને જીતવા માટે 2 બોલમાં છ રનની જરૂર હતી. ત્યારે ગુજરાતના બોલર સધરલેન્ડ ડોટે આ બોલ ફેંકયો અને અમ્પાયરે પણ તેને વાઈડ આપ્યો ન હતો. પરંતુ ત્યારે જ ગ્રેસ હેરિસે ડીઆરએસનો ઉપયોગ કરીને રિવ્યુ લીધો હતો. 

લિયા અને થર્ડ અમ્પાયરે યુપી  કેમ્પને ખુશ કરવા વાઈડ આપ્યો અને યુપીની ટીમે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આવી સ્થિતિમાં તમે આ નિયમની ગંભીરતાને સમજી શકો છો કે મેચનું વલણ થોડી સેકંડમાં કેવી રીતે બદલાઈ શકે છે.

રિપોર્ટ અનુસાર મહિલા આઈપીએલ બાદ હવે આ નિયમનો ઉપયોગ મેન્સ આઈપીએલની આ સીઝનમાં પણ થશે. ખેલાડીઓ હવે નો બોલ કે વાઈડ બોલ પર પણ ડીઆરએસનો ઉપયોગ કરી શકશે. જો ડીઆરએસ સાચો હશે તો તે રિવ્યુ સાચવવામાં આવશે અને ટીમ ફરીથી  તે રિવ્યુ લઈ શકશે. પરંતુ જો આ રિવ્યુ ખરાબ હશે તો તે નકામો હશે.

આ નિયમથી માત્ર બેટસમેનોને જ નહીં પણ બોલરને પણ ફાયદો થશે. કારણ કે જો મેચમાં અમ્પાયર કોઈ બોલને વાઈડ કે નો બોલ જાહેર કરે છે. તો બોલર આ ડીઆરએસનો ઉપયોગ કરીને અમ્પાયરના નિર્ણયને ચેલેન્જ કરી શકે છે.