• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ગ્રાઉન્ડમૅન, પીચ ક્યૂરેટર્સને રૂ.42 લાખનું ઈનામ   

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહનું એલાન

કોલંબો, તા.17 : શ્રીલંકામાં એશિયા કપના મુકાબલાઓ દરમિયાન અનેકવાર ચાલુ મેચે વરસાદ વરસ્યો. ગ્રાઉન્ડમેન અને પિચ ક્યૂરેટર્સની ભૂમિકા મહત્વની રહી જેને બિરદાવતાં જય શાહે રૂ.42 લાખનું ઈનામ જાહેર કર્યુ હતુ. બીસીસીઆઈના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે એક પોસ્ટ કરી જાહેર કર્યુ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ(એસીસી) અને શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) કોલંબો તથા કેંડીના ગ્રાઉન્ડમેન માટે 50 હજાર અમેરિકી ડોલરનો પુરસ્કાર જાહેર કરતાં ગર્વ અનુભવે છે. તેમની પ્રતિબદ્ધતા અને મહેનતે એશિયા કપ 2023ને અવિસ્મરણીય બનાવી દીધો.