નવી દિલ્હી, તા.18: એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉ શહેરમાં થયું છે. 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રમાનાર એશિયન ગેમ્સમાં 40 રમતમાં 481 સ્પર્ધાઓ હશે. જેમાં ભારતના 655 ખેલાડી જુદી જુદી 41 રમતમાં ભાગ લેવાના છે. ભારતીય દળમાં મહિલાઓ ખેલાડીઓની સંખ્યા 328 અને પુરુષ ખેલાડીઓની સંખ્યા 325 છે. સૌથી વધુ 68 ખેલાડી એથ્લેટિકસમાં ઉતરશે. એશિયન ગેમ્સનો ઉદઘાટન સમારંભ 23 સપ્ટેમ્બરે યોજાશે. એ પહેલા જ 19મીથી ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ સહિતની બીજી કેટલીક સ્પર્ધાઓ શરૂ થઈ જશે.