• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ભારત-અૉસ્ટ્રેલિયાની ટીમનું 25મીએ રાજકોટમાં આગમન   

27મીએ બન્ને ટીમ વચ્ચે વન ડે ટક્કર થશે 

નવી દિલ્હી તા.18 : એશિયા કપની ધમાકેદાર જીત બાદ અને વિશ્વ કપની ઠીક પહેલા ટીમ ઇન્ડિયા ફરી એકવાર એકશનમાં જોવા મળશે. ભારતીય ટીમ ઘરઆંગણે તા. 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમશે. જેનો ત્રીજો મેચ તા. 27મીએ રાજકોટ ખાતે રમાવાનો છે. ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ તા. 2પમીએ સોમવારે ઇન્દોરથી ખાસ વિમાનમાં બપોરે 2-30 કલાકે રાજકોટ આવી પહોંચશે.

જામનગર રોડ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ પર બન્ને ટીમ તા. 26મીએ નેટ પ્રેકટીસ કરશે.  પ્રેકટીસ સેશન દરમિયાન બન્ને ટીમની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાનો વચ્ચેનો શ્રેણીનો ત્રીજો વન ડે મેચ તા. 27 સપ્ટેમ્બરે બુધવારે બપોરે 1-30થી રમાશે. દર્શકોને સ્ટેડિયમમાં 11-30થી એન્ટ્રી મળવાની શરૂ થશે. 

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટમાં ત્રીજીવાર વન ડે મેચમાં ટકરાશે. સૌથી પહેલા 7 ઓકટોબર 1986ના રેસકોર્સના મેદાન પર બન્ને ટીમનો આમનો-સામનો થયો હતો. જયારે 17 જાન્યુઆરી 2020ના ખંઢેરી સ્થિત એસસીએ સ્ટેડિયમમાં ટકકર થઇ હતી.