• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ભારતીય નિશાનેબાજ ઇલાવેનિલને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ

નવી દિલ્હી, તા.18 : ભારતીય મહિલા નિશાનેબાજ ઇલાવેનિલ વલારિવને રિયોમાં ચાલી રહેલ આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ફાઇનલમાં તેણીનો સ્કોર 252.9 રહ્યો હતો. ફ્રાંસની ઓસિઅને મુલર 251.9 સ્કોર સાથે રજત ચંદ્રક જીતવામાં સફળ રહી હતી જ્યારે ચીનની નિશાનેબાજ ઝાંગ જિયાલે કાંસ્ય ચંદ્રક પર નિશાન લગાવ્યું હતું. ખાસ વાત રહી હતી કે ઇલાવેનિલે કવોલીફાઇ રાઉન્ડમાં આઠમા સ્થાને રહી હતી. મિક્સ્ડ ઇવેન્ટમાં ઇલાવેનિલ સાથી ખેલાડી સંદીપ કુમાર સાથે પાંચમા સ્થાને રહી હતી.