• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ક્રિકેટથી હોકી સુધી એશિયામાં ભારતનો દબદબો  

ફૂટબૉલમાં સૈફ ચૅમ્પિયનશિપ, હોકીમાં એશિયન ટ્રૉફી અને હવે ક્રિકેટમાં એશિયા કપ પણ જીત્યો

નવી દિલ્હી, તા. 18: એશિયા કપમાં ભારતીય ટીમે યાદગાર જીત મેળવી છે. 17મીના રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં થયેલા ફાઇનલ મુકાબલામાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. મુકાબલામાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા માત્ર 50 રન કર્યા હતા. જેને ભારતે 6.1 ઓવરમાં પાર કર્યા હતા. ફાઇનલમાં વિકેટ લેનારો મોહમ્મદ સિરાજ પ્લેયર ઓફ મેચ બન્યો હતો અને ચાઇનામેન બોલર કુલદીપ યાદવ પ્લેયર ઓફ સિરીઝ બન્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમની આગામી પરીક્ષા ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. જેમાં ત્રણ મેચની ઘરેલુ વન ડે શ્રેણી રમાશે. બાદમાં વન ડે વિશ્વકપમાં ભાગ લેશે. આમ જોવામાં આવે તો ભારતીય ખેલાડીઓએ છેલ્લા અમુક સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એશિયાઈ લેવલ ઉપર ભારતીય ટીમનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. ત્રણ મહિનામાં માત્ર ક્રિકેટ નહીં હોકી અને ફૂટબોલનાં મેદાનમાં પણ ભારતીય ટીમને સારા સમાચાર મળી ચૂક્યા છે. 

ગયા જુલાઈ મહિનામાં ભારતીય ફૂટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી ત્યારે સુનીલ છેત્રીની કેપ્ટનશીપની ભારતીય ટીમે બેંગલોરમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં