નવી દિલ્હી, તા.20 : વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાના સંયુક્ત યજમાનપદે રમાનાર 2024ના ટી-20 વર્લ્ડ કપના કેટલાક મેચ ન્યૂયોર્કમાં રમાઈ શકે છે. આઇસીસી ન્યૂયોર્કથી 30 માઇલ દૂર નવા બનેલાં એક સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપના કેટલાક મેચ આયોજિત કરવાની યોજના બનાવી રહ્યંy છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઇવોલ્ટેજ મેચ સામેલ હશે. ક્રિકેટની રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે આઇસીસીએ 2024ના ટી-20 વિશ્વ કપના કેટલાક મેચ અમેરિકામાં આયોજિત કર્યા છે. જેમાં હવે ન્યૂયોર્ક શહેરનો ઉમેરો કર્યો હોવાના રિપોર્ટ છે. 2024ના ટી-20 વર્લ્ડ કપમાં યજમાન ટીમો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા સાથે કુલ 20 ટીમ હશે. જેમાં પાછલા ટી-20 વર્લ્ડ કપમાં ટોચની 8 ટીમને સીધો પ્રવેશ મળશે. જયારે બાકીની ટીમો ક્વોલીફાય ટૂર્નામેન્ટ રમીએ વિશ્વ કપમાં તેમનું સ્થાન નિશ્ચિત કરશે. 20 ટીમને 4-4ના પાંચ ગ્રુપમાં રાખવામાં આવશે. બાદમાં સુપર-8 રાઉન્ડ રમાશે અને તેમાથી ચાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.