• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ચીનના હાંગઝોઉમાં આજથી એશિયન ગૅમ્સનો પ્રારંભ  

સાંજે 5-30થી ઉદ્ઘાટન સમારંભ : 2018ના એશિયન ગૅમ્સમાં 70 મેડલ જીતનાર ભારતનું વખતે 90 મેડલ જીતવાનું લક્ષ્ય

હાંગઝોઉ (ચીન) તા.22: એશિયન ગેમ્સના 19મા સંસ્કરણનો આવતીકાલ 23 સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે પ્રારંભ થશે. ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સ 8 ઓકટોબર સુધી રમાશે. એશિયન ગેમ્સની અમુક સ્પર્ધાઓ 19મીથી શરૂ થઇ ચૂકી છે. વખતે ભારતના 655 ખેલાડી 40 રમતમાં ભાગ લઇ રહ્યા છે. ઉદઘાટન સમારંભમાં પુરુષ હોકી ટીમનો કપ્તાન હરમનપ્રિત સિંઘ અને ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા મુક્કેબાજ લવલીના ભારતીય દળના ધ્વજવાહક રહેશે. એશિયન ગેમ્સ વર્ષ 2022માં આયોજિત થવાનો હતો, પણ કોરોના મહામારીને હવે એક વર્ષ બાદ રમાશે. શનિવારે યોજાનાર એશિયન ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ ભારતીય સમય અનુસાર સાંજે 5-30થી શરૂ થશે. જેનું પ્રસારણ સોની નેટવર્ક પરથી થશે. 

ભારતે અત્યાર સુધી તમામ 18 એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે અને કુલ 672 મેડલ જીત્યા છે. જેમાં 1પપ ગોલ્ડ, 201 સિલ્વર અને 316 બ્રોન્ઝ મેડલ છે. ઓવરઓલ રેન્કમાં ભારત પાંચમા ક્રમે છે. ચીન 1473 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. પછી જાપાન (1032), . કોરિયા (74) છે. 

છેલ્લે 2018ના ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એશિયન ગેમ્સનું આયોજન થયું હતું. ત્યારે ભારતે 70 મેડલ જીત્યા હતા