• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

એશિયન ગૅમ્સમાં ભારતે પાંચ ચંદ્રક જીત્યા : હોડી સ્પર્ધાઓમાં બે રજત અને એક કાંસ્ય

મહિલા નિશાનેબાજોએ એક રજત અને એક કાંસ્ય ચંદ્રક પર નિશાન લગાવ્યું 

હાંગઝોઉ (ચીન), તા.24 : એશિયન ગેમ્સમાં રવિવારે ભારતે શાનદાર દેખાવ કરીને ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત પાંચ મેડલ જીત્યા હતા જ્યારે મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી છે. તો હોકી પુરુષ ટીમનો ઉઝબેકિસ્તાન વિરુદ્ધ 16-0 ગોલથી ધમાકેદાર વિજય નોંધાયો છે.

રવિવારે ભારતને પહેલો ચંદ્રક રોઈંગના લાઇટ વેટ ડબલ્સ સ્કલ (હોડી સ્પર્ધા)માં અર્જુનલાલ જાટ અને અરવિંદ સિંહની જોડીએ અપાવ્યો હતો. 

ફાઇનલમાં ભારતીય જોડી 6 મિનિટ અને 28.12 સેકન્ડ સાથે બીજા સ્થાને રહી હતી અને રજત ચંદ્રક જીત્યો હતો. જયારે નિશાનેબાજીમાં 10 મીટર એર રાયફલ ટીમ સ્પર્ધામાં ભારતની મેહૂલી ઘોષ, રમિતા અને આશી ચોકસીએ ફાઇનલમાં બીજા સ્થાને રહીને રજત ચંદ્રક જીત્યો હતો. ત્રિપુટીનો સ્કોર 1880.0 રહ્યો હતો. નિશાનેબાજીની 10 મીટર એર રાયફલ સિંગલ્સ ઇવેન્ટમાં રમિતા ફાઇનલમાં 130.1ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રોઇંગની પેર ઇવેન્ટમાં ભારતના બાબૂલાલ યાદવ અને લેખરામે ફાઇનલમાં 6:50.41 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો જ્યારે રોઇંગ-8ની ઇવેન્ટમાં નિરજ, નીતિશકુમાર, ચરણજીતસિંઘ, જસવિંદરસિંઘ, ભીમસિંહ, પુનિતકુમાર, આશિષ અને ધનંજયે ભારતને રજત ચંદ્રક અપાવ્યો હતો.

સ્વિમિંગની 4 બાય 400 મીટરની ફ્રી સ્ટાઇલ રીલેમાં ભારતની મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી છે જ્યારે