• શુક્રવાર, 29 માર્ચ, 2024

અૉસ્ટ્રેલિયા ચાર ફાસ્ટ બૉલર ઉતારશે : સ્મિથ  

લંડન, તા. 6: ફાઇનલ પૂર્વે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર સ્ટીવન સ્મિથે કહ્યંy કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિ અને ઓવલની ગ્રીન ટોચ પિચને ધ્યાને રાખીને અમારી ટીમ ચાર ફાસ્ટ બોલર તરીકે ઉતરવાનું પસંદ કરશે. કપ્તાન પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક સાથે ઓલરાઉન્ડરના રૂપમાં કેમરૂન ગ્રીન હશે. ચોથા ફાસ્ટર માટે અમારી પાસે વિકલ્પ છે. જે પસંદગી ટોસ પહેલા નક્કી થશે. જો કે સ્મિથે સ્કોટ બોલેંડની પસંદગી પર સંકેત આપ્યો હતો. 

આ તકે સ્મિથ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યં કે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોને તો પાર્યપ્ત ટેસ્ટ ક્રિકેટ રમવા મળે છે, પણ બીજી કેટલીક ટીમો આવા મોકા મળી રહ્યા નથી પરંતુ મને વિશ્વાસ છે કે ટેસ્ટ ક્રિકેટ ચાલતું રહેશે.